10 વર્ષ પહેલા જેણે પણ 45.53 રૂપિયામાં આ BITCOIN ખરીદ્યો હતો તે આજે 35 લાખનો માલિક…….

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન રોકાણકારોમાં ખુબ લોકપ્રિય બની રહી છે, જેણે 10 વર્ષ પહેલા ખરીદી હશે તે આજે કરોડપતિ બની ગયા છે, છેલ્લા 10 વર્ષમાં આ BITCOIN એક ડોલર થી 58,849 ડોલર પર પહોંચી ગયો છે.

ડિઝિટલ કરન્સી બિટકોઇનની શરૂઆત વર્ષ 2009માં થઇ હતી, 9 ફેબ્રુઆરી 2011નાં દિવસે પહેલી વાર તેની કિંમત એક ડોલર પર પહોંચી અને જોતજોતામાં તો તે 9 ફેબ્રુઆરી 2021નાં દિવસે 48226 પર પહોંચી ગઇ.

જો તેની તુલના સેન્સેક્સ સાથે કરવામાં આવે તો 10 વર્ષમાં સેન્સેક્સ 191.76 ટકા વધ્યો એટલે કે 17592 થી 51329 પોઇન્ટ સુધી પહોંચ્યો, આંતરરાષ્ટ્રિય માર્કેટમાં સોનાનો હાજર ભાવ 35 ટકા ઉછળીને 1364 ડોલર પ્રતિ 10 ગ્રામથી 1841 ડોલર સુધી પહોંચી ગયો, આ પ્રકારે જોઇએ તો બિટકોઇન એક દશકામાં સૌથી સારૂ પ્રદર્શન કરનારી એસેટ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *